ધોમધખતા દિલ મહીં લીલાશ છે !
દોસ્ત ! કંઈ તો ઊગશે વિશ્વાસ છે.
તોડ દિવાલો ને બારી-બારણાં,
ખાતરી તો થાય કે આકાશ છે.
આ ઈમારત જીર્ણ છે, તૂટી જશે
કેટલાં બાકી હજી નિ:શ્વાસ છે !
સાચવું ક્યાંથી હૃદયની તાજગી ?
બહુ જ આ મ્હેરામણે ખારાશ છે.
એટલે તો દોડતાં રહે છે ચરણ,
લાગણી નામે ય બસ આભાસ છે !
કેમ કોરી કે પછી બાળી શકો ?
લાકડામાં તો નરી ભીનાશ છે.
શ્વાસ સાથે ક્યાં કદી નિસબત હતી ?
તો ય શ્વાસોશ્વાસ અહિં ચોપાસ છે !
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment