પહેલાં પવન્ન પછી ધીંગો વરસાદ થોડું એકાંત પછી મુઠ્ઠીભર સાંજ બારી ઉઘાડ એવી ઘટના બને આગળી ફટાક દઇ ખૂલે ઝૂલે ને પંખીના ટોળામાં આછો બોલાશ બની આકાશે વાદળીઓ તૂટે - બને
પછી ડાળખીથી પાંદડું ખરે
એમ આવે છે યાદ કોઇ અરે !
પછી પગરવનું ધણ પાછુ ફરે
એમ આવે છે યાદ કોઇ અરે ! પહેલાં…
કે આંખ પાણીની જેમ જાય દદડી,
બારણે ટકોરાઓ એવા પડે કે
પછી વાણીની જેમ જાય દદડી,
પછી થોડી વાર તરફડાટ કરે
એમ આવે છે યાદ કોઇ અરે… પહેલાં…
ટહુકાઓ જેમ જાય ભળી,
અંધારુ પગ નીચે દોડીને આવે
ને અજવાળું જાય એમાં ઓગળી
ને પછી સોનેરી રાજહંસ તરે
એમ આવે છે યાદ કોઇ અરે… પહેલાં…
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment