હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે
હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે
નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી
અફસોસ બિચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે
તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે
મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
તો કોણ પછી આ રગરગમાં વિશ્વાસ બનીને ઘૂમે છે
પેલા પર્વત પર બે પ્રેમી કહે છે કે આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે
હવે જિંદગી પર નથી કોઈ વહેમ મને,
ને ખબર નથી મોત પછી શું અંજામ છે..
થોભવા દે થોડું ઈશ્વર આ સમયમાં મને ,
જરાક બે-ચાર પળનું જ મારે કામ છે..
ઘણા જુવે મારી રાહ ને ઘણે લાગાવ છે મને,
આખરમાં કહી દઉં તેમને આ જીવ હવેથી હરામ છે..
પછી લઈ જા ભલે કરી કેદ તું મને ,
એ પછી તો બસ મારે આરામ જ આરામ છે
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો, થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું, એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા, બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે, હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.
નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.
નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.